ચુકવણીની પોતાની તમામ જરૂરિયાતો માટે Google Payનો ઉપયોગ કરી રહ્યાં છે એવા કરોડો ભારતીયો સાથે જોડાઓ. Google Pay છે Googleની સરળ અને સુરક્ષિત ચુકવણી ઍપ. મિત્રોને રેફર કરો, ઑફરો મેળવો અને જેમ જેમ ચુકવણી કરો, તેમ તેમ રિવૉર્ડ મેળવતા રહો.
તમારે બસ રજિસ્ટર કરેલો મોબાઇલ નંબર ધરાવતું તમારું બેંક એકાઉન્ટ આ ઍપ સાથે લિંક કરવાનું છે અને પછી તેનો અનુભવ લેવાનું શરૂ કરવાનું છે.
UPI ID એક એવું અજોડ ID છે કે જેનો ઉપયોગ બેંક એકાઉન્ટની વિગતો વિના UPI ચુકવણી કરવા માટે થાય છે.
UPI પિન 4 કે 6 અંકનો નંબર હોય છે, જે તમારે તમારું UPI ID બનાવતી વખતે સેટ કરવો જરૂરી હોય છે. કૃપા કરીને તમારો પિન શેર કરશો નહીં.
+ તમારી બેંક અને Google તરફથી સુરક્ષાના એકથી વધુ સ્તરો
તમારી મહેનતની કમાણી તમારા બેંક એકાઉન્ટમાં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને તમારા બેંક એકાઉન્ટમાંથી નીકળતા નાણાં પર તમારું નિયંત્રણ રહે છે*. કપટ અને હૅકિંગની ભાળ મેળવવામાં સહાય કરતી વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા સિસ્ટમ વડે અમે તમારા નાણાંને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે તમારી ચુકવણીની માહિતીને સુરક્ષિત રાખવા માટે તમારી બેંક સાથે મળીને કામ કરીએ છીએ.
દરેક વ્યવહાર તમારા UPI પિનથી સુરક્ષિત હોય છે અને તમારા ફિંગરપ્રિન્ટ જેવી ડિવાઇસ લૉક કરવાની પદ્ધતિ વડે પણ તમે તમારા એકાઉન્ટનું સંરક્ષણ કરી શકો છો.
*BHIM UPIને સપોર્ટ કરતી ભારતની બધી જ બેંક સાથે Google Pay કાર્ય કરે છે.
+ DTH, બ્રોડબૅન્ડ, વીજળી, FASTag, LPG બિલ અને બીજા ઘણા બિલ સરળતાથી ચુકવો
એક વાર તમારું બિલર એકાઉન્ટ લિંક કરો, ત્યાર પછી માત્ર થોડા જ ટૅપમાં અમે તમને બિલની ચુકવણી કરવાનું યાદ અપાવીશું. Google Pay દેશના બધા જ બિલર સાથે મળીને કામ કરે છે.
+ સૌથી નવા પ્રીપેઇડ રિચાર્જ પ્લાન શોધો અને સરળતાથી તમારો મોબાઇલ રિચાર્જ કરો
થોડા પગલાંમાં રિચાર્જ કરો અને એ પણ વધારાના કોઈપણ શુલ્કની ચુકવણી કર્યા વિના.
+ તમારું બેંક એકાઉન્ટ બૅલેન્સ ચેક કરો
તમારું બેંક બૅલેન્સ જોવા માટે ATMની મુલાકાત લેવાની જરૂર નથી, કોઈપણ સમયે તે ઝડપથી અને સરળતાથી જુઓ.
+ રિવૉર્ડ મેળવો
મિત્રોને રેફર કરો, ઑફરો મેળવો અને જેમ જેમ તમે ચુકવણી કરો, તેમ તેમ તમારા બેંક એકાઉન્ટમાં રોકડ રિવૉર્ડ મેળવતા રહો.
+ QR કોડ વડે ચુકવણી કરો
QR કોડ સ્કૅનર મારફતે તમારી મનપસંદ ઑફલાઇન દુકાનોમાં અને વેપારીઓને ચુકવણી કરો.
+ ટિકિટ બુક કરો, ઑનલાઇન ખરીદી કરો અને ભોજન ઑર્ડર કરો
ઍપમાંથી અથવા Zomato, redBus, MakeMyTrip વગેરે જેવી ઍપ અથવા ભાગીદાર વેબસાઇટ પરથી તમારું મનપસંદ ભોજન ઑર્ડર કરો અને તમારી મુસાફરી બુક કરો
+ તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વડે ઝડપી અને સુરક્ષિત રીતે ચુકવણીઓ કરો
Google Payમાં તમારા ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ** ઉમેરો તેમજ તેમને લિંક કરો અને સાથે જ તેમનો ઉપયોગ આ બાબતો માટે કરો:
- ઑનલાઇન ચુકવણીઓ (મોબાઇલ રિચાર્જ અથવા ઑનલાઇન ઍપ વડે)
- ઑફલાઇન ચુકવણીઓ (NFC ટર્મિનલ પર તમારો ફોન ટૅપ કરીને ઑફલાઇન દુકાનોમાં)
**આ સેવા ધીમે ધીમે બધી જારીકર્તા બેંક અને કાર્ડ નેટવર્કના પ્રદાતાઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.
+ ખરીદો, વેચો અને 24K ગોલ્ડ મેળવો
MMTC-PAMP દ્વારા સપોર્ટ પ્રાપ્ત રેટ વડે સુરક્ષિત રીતે ગોલ્ડનો વેપાર કરો. Google Pay પર તમારા ગોલ્ડ લોકરમાં સુરક્ષિત રીતે ગોલ્ડ જમા કરવામાં આવે છે અથવા તમારા ઘરે ગોલ્ડ કૉઇન તરીકે ડિવિલર કરવામાં આવે છે. નવું! તમે હવે Google Pay રિવૉર્ડ તરીકે ગોલ્ડ મેળવી શકો છો.
+ UPI ટ્રાન્સફર મારફતે તમારા બેંક એકાઉન્ટમાંથી Google Pay પર ન હોય એવી તમામ બેંક સહિતની કોઈપણ બેંકના એકાઉન્ટમાં સીધા નાણાં મોકલો
NPCI (નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)ની BHIM યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (BHIM UPI)નો ઉપયોગ કરીને, Google Pay વડે નાણાં ટ્રાન્સફર કરવા સરળ અને સુરક્ષિત છે.
+ લોન આપો
- ધિરાણકર્તાઓ: DMI ફાઇનાન્સ
- લોનની ચુકવણીની અવધિ: 3-48 મહિના
- મહત્તમ વાર્ષિક ટકાવારી દર (APR): 34%
- પ્રક્રિયા ફી: લોનની રકમના 1.5-2.5%
ઉદાહરણ: INR 1,00,000ની લોનની રકમ માટે, મુદત 12 મહિના, પ્રક્રિયા ફી 2%, વ્યાજ 15%. INR 2000ની પ્રક્રિયા ફી કાપવામાં આવે છે અને INR 98,000ની લોનની રકમ આપવામાં આવે છે. વ્યાજ તરીકે INR 8,310ની ચુકવણી કરવાની રહેશે. વપરાશકર્તા INR 1,08,310ની ચુકવણી કરે છે.
આ રોજ અપડેટ કર્યું
4 ઑગસ્ટ, 2025