How to Attract Money (Gujarati)

· Manjul Publishing
4.0
2則評論
電子書
94

關於本電子書

તમને ધનવાન થવાનો અધિકાર છે!

તમે સફળ, વિજયી થવા અને આગળ વધવા માટે જન્મ્યા છો.

આ સંક્ષિપ્ત માર્ગદર્શિકા ધનને આકર્ષવા માટે તમારી ભીતર છુપાયેલી શક્તિને શોધવામાં મદદ કરી શકે તેમ છે. ડૉ. જૉસેફ મર્ફી કહે છે કે, ‘ધન અને ગરીબીનું ઉદ્ગમસ્થાન તમારું મન છે.’ જેથી તમે સમજી શકો કે જીવનમાં વધારે સમૃદ્ધ બનવા માટે જે વસ્તુઓની જરૂર છે, તે બધી તમારા મનમાં પહેલેથી ઉપલબ્ધ છે. આ પુસ્તકનો મૂળ સંદેશ એ જ છે કે ધનનું નિર્માણ પહેલાં મનમાં થવું જોઈએ. પછી આકર્ષણના નિયમના ફળસ્વરૂપે તે બાહ્ય જગતમાં સાકાર થાય છે.

વધારે ધન પ્રાપ્ત કરતા પહેલાં માણસના મનમાં એવો સમર્પણભાવ હોવો જોઈએ કે ધન એ સારી વસ્તુ છે. તમારે ક્યારેય ધનને ‘ખરાબ’ કે ‘તમામ બદીઓનું મૂળ’ ન ગણવું જોઈએ. પોતાના ઉદ્દેશ્યો અને આદર્શોને જાળવવા તથા હકારત્મક વિચારસરણીને ટકાવી રાખવી એ જ યોગ્ય દિશામાં ભરાયેલું મોટું પગલું છે.

તમારાં લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે ડૉ. મર્ફીએ જણાવેલી વાતોનું અનુસરણ કરો તો સ્વાસ્થ્ય, સદ્ભાવ, સફળતા અને ઉપલબ્ધિ હાંસલ કરવાની ઇચ્છા સાકાર કરી શકશો. એક જબરદસ્ત દૃષ્ટિકોણ નસીબ બદલી નાખે છે — શરત માત્ર એટલી જ છે કે યોગ્ય વિચાર, ભાવનાઓ અને શ્રદ્ધાપૂર્વક નસીબને તમે જાતે આકારો.

評分和評論

4.0
2則評論

關於作者

ડૉ. જૉસેફ મર્ફી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક, શિક્ષક અને વક્તા હતા. તેમણે લાંબા સમય સુધી પૂર્વના દેશોના ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. પોતાના સંશોધન માટે તે ઘણાં વર્ષો ભારતમાં પણ રહ્યા હતા. જગતના ધર્મોનો અભ્યાસ કર્યા પછી તેમને ખાતરી થઈ ગઈ કે દરેક વ્યક્તિમાં એક વિરાટ શક્તિ છે. દરેકમાં અર્ધજાગ્રત મનની અદ્ભુત શક્તિ છે, જે જીવનને નવપલ્લવિત કરી શકે છે.

તેમણે ૩૦ કરતાં પણ વધારે પ્રેરણાત્મક પુસ્તકો લખ્યાં છે. જેમાં ટેલીસાઇકિક્સ, ટેક્નિક્સ ઇન પ્રેયર થેરેપી અને સાઇકિક પરસેપ્શનનો સમાવેશ થાય છે. તેમનું મુખ્ય પુસ્તક ‘ધ પાવર ઑફ યોર સબકોન્શિયસ માઇન્ડ’ કાળજયી બેસ્ટ સેલર પુસ્તકોમાંનું એક છે. નવભારત સાહિત્ય મંદિરે તેની ગુજરાતી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે.

અનિલ ચાવડા ગુજરાતી ભાષાના જાણીતા કવિ-લેખક છે. તેમનાં સર્જનને વિવેચકો અને વાચકો બંનેએ બે હાથે પોંખ્યું છે. ગુજરાતી કવિતાની નવી પેઢીના તેઓ અગ્રગણ્ય અને પ્રમુખ કવિ છે. કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા જેવાં વિવિધ સ્વરૂપોમાં તેમની કલમનું કૌવત સુપેરે ખીલ્યું છે. ગુજરાત, ભારત અને વિશ્વના ઘણા દેશોમાં તેમણે કાવ્યપાઠ અને વક્તવ્યો દ્વારા સાહિત્યપ્રિય લોકોના હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે. ૨૫ કરતાં પણ વધારે પુસ્તકોના અનુવાદ કર્યા છે, ઘણાં સંપાદનો કર્યાં છે અને પાંચ મૌલિક પુસ્તકો પણ આપ્યાં છે.

• સવાર લઈને (ગઝલસંગ્રહ)

• એક હતી વાર્તા (લઘુકથાઓ)

• મીનિંગફુલ જર્ની (નિબંધસંગ્રહ)

• રેન્ડિયર્સ (નવલકથા)

• ઘણું બધું (પોએમ્સ)

તેમની નવલકથા ‘રેન્ડિયર્સ’ પ્રકાશિત થતાંની સાથે જ બેસ્ટ-સેલર થઈ ચૂકી છે.

તેમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય પરિષદ દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષિક, ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય દ્વારા’ રાવજી પટેલ પુરસ્કાર, આઈએનટી - મુંબઈ દ્વારા શયદા ઍવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી પોંખવામાં આવ્યા છે. તેમનાં કાવ્યો પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણી રહ્યા છે.

為這本電子書評分

歡迎提供意見。

閱讀資訊

智慧型手機與平板電腦
只要安裝 Google Play 圖書應用程式 Android 版iPad/iPhone 版,不僅應用程式內容會自動與你的帳戶保持同步,還能讓你隨時隨地上網或離線閱讀。
筆記型電腦和電腦
你可以使用電腦的網路瀏覽器聆聽你在 Google Play 購買的有聲書。
電子書閱讀器與其他裝置
如要在 Kobo 電子閱讀器這類電子書裝置上閱覽書籍,必須將檔案下載並傳輸到該裝置上。請按照說明中心的詳細操作說明,將檔案傳輸到支援的電子閱讀器上。