Google Play સેવાની શરતો

4 ઑગસ્ટ, 2020

1. પ્રસ્તાવના

લાગુ થતી શરતો. Google Playનો ઉપયોગ કરવા બદલ આભાર. Google Play એ 1600 Amphitheatre Parkway, Mountain View, California 94043, USA સ્થિત Google LLC ("Google""અમે" અથવા "અમને") દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા છે. Google Play અને (Android ઝટપટ ઍપ્લિકેશનો સહિતની) ઍપ, રમતો, મ્યુઝિક, મૂવીઝ, પુસ્તકો, સામયિકોનો અથવા તેના મારફત ઉપલબ્ધ અન્ય ડિજિટલ કન્ટેન્ટ અથવા સેવાઓ (કે જેનો "કન્ટેન્ટ" તરીકે સંદર્ભ આપવામાં આવ્યો છે તેનો) તમારો ઉપયોગ (સંયોજિત રૂપે "શરતો" તરીકે સંદર્ભ આપવામાં આવેલી) આ Google Play સેવાની શરતો અને Google સેવાની શરતો ("Google ToS")ને આધીન છે. Google Play એ "સેવા" છે, જેના વિશે Google ToSમાં વર્ણન કરવામાં આવ્યું છે. જો Google Play સેવાની શરતો અને Google ToS વચ્ચે વિસંવાદિતા થશે, તો Google Play સેવાની શરતો પ્રાધાન્યતા ધરાવશે.

2. Google Playનો તમારો ઉપયોગ

કન્ટેન્ટનો ઍક્સેસ અને ઉપયોગ. તમે તમારા મોબાઇલ, કમ્પ્યુટર, ટીવી, ઘડિયાળ અથવા અન્ય સપોર્ટેડ ડિવાઇસ ("ડિવાઇસ") માટે કન્ટેન્ટને બ્રાઉઝ કરવા, તેનું સ્થાન શોધવા, જોવા, સ્ટ્રીમ કરવા અથવા ડાઉનલોડ કરવા માટે Google Playનો ઉપયોગ કરી શકો છો. Google Playનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે સંબંધિત કન્ટેન્ટ માટે સિસ્ટમ તથા સુસંગતતાની આવશ્યકતાઓ પૂરી કરે તેવું ડિવાઇસ, કાર્ય કરતું હોય તેવા ઇન્ટરનેટ કનેક્શનનો ઍક્સેસ અને સુસંગત સૉફ્ટવેર હોય તે જરૂરી છે. કન્ટેન્ટ અને સુવિધાઓની ઉપલબ્ધતા દેશ પ્રમાણે બદલાશે અને બધું કન્ટેન્ટ અથવા બધી સુવિધાઓ તમારા દેશમાં ઉપલબ્ધ ન પણ હોય. કૌટુંબિક સભ્યો સાથે શેર કરવા માટે કેટલુંક કન્ટેન્ટ ઉપલબ્ધ હોઈ શકે છે. Google દ્વારા અથવા Google સાથે સહયોગ ન કરતા હોય તેવા ત્રીજા પક્ષો દ્વારા કન્ટેન્ટ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. Google Play મારફત ઉપલબ્ધ કરવામાં આવતા, Google સિવાયના અન્ય સ્રોત પરથી ઉદ્ભવેલા કોઈપણ કન્ટેન્ટ માટે Google જવાબદાર નથી અને તે તેને પ્રોત્સાહન આપતું નથી.

વય પ્રતિબંધો. Google Playનો ઉપયોગ કરવા માટે તમારું માન્ય Google એકાઉન્ટ ("Google એકાઉન્ટ") હોવું જોઈએ, જે નીચેના વય પ્રતિબંધોને આધીન છે. જો તમે તમારા દેશમાં સગીર ગણાતા હો, તો તમારે Google Playનો ઉપયોગ કરવા અને શરતો સ્વીકારવા માટે તમારા માતાપિતાની અથવા કાનૂની વાલીની પરવાનગી મેળવવી જરૂરી છે. તમારે Google Play પર વિશિષ્ટ કન્ટેન્ટ અથવા સુવિધાઓનો ઉપયોગ કરવા માટે લાગુ થતા હોય તેવા બધા વધારાના વય પ્રતિબંધોનું પાલન કરવું જરૂરી છે. કૌટુંબિક મેનેજર અને કૌટુંબિક સભ્યોએ પણ આ વધારાની જરૂરિયાતોનું પાલન કરવું જરૂરી છે.

ત્રીજા પક્ષના શુલ્ક. કન્ટેન્ટ અને Google Playના તમારા ઉપયોગ તેમજ જોવા સાથે સંકળાયેલા, (તમારા ઇન્ટરનેટ પ્રદાતા અથવા મોબાઇલ ઑપરેટર જેવા) ત્રીજા પક્ષ તરફથી લાદવામાં આવેલા કોઈપણ પ્રકારના ઍક્સેસ અથવા ડેટા શુલ્ક માટે તમે જવાબદાર છો.

અપડેટ. Google Play, સંબંધિત સપોર્ટ લાઇબ્રેરી અથવા કન્ટેન્ટ અપડેટ કરવા જરૂરી હોઈ શકે છે, ઉદાહરણ તરીકે, ખામીના સુધારા, વધારેલા ફંક્શન, ખૂટતા પ્લગ-ઇન અને નવા વર્ઝન માટે (એકંદરે, "અપડેટ"). તમે Google Playનો ઉપયોગ કરી શકો અથવા કન્ટેન્ટને ઍક્સેસ કરી શકો, ડાઉનલોડ કરી શકો અથવા તેનો ઉપયોગ કરી શકો તે માટે આવા અપડેટ જરૂરી હોઈ શકે છે. આ શરતો સાથે સંમત થઈને અને Google Playનો ઉપયોગ કરીને તમે આવા અપડેટ મેળવવા માટે ઑટોમૅટિક રીતે સંમત થાઓ છો. તમે Google Playમાં સેટિંગ મારફત અમુક ચોક્કસ કન્ટેન્ટના અપડેટ મેનેજ કરી શકો છો. જોકે, જો એવું નિર્ધારિત થાય કે અપડેટ થકી કન્ટેન્ટ સંબંધી સુરક્ષા સંવેદનશીલતાની ગંભીર સમસ્યા ઉકેલાશે, તો Google Play અથવા તમારા ડિવાઇસમાંના તમારા અપડેટ સેટિંગને ધ્યાનમાં લીધા વિના અપડેટ પૂર્ણ કરવામાં આવી શકે છે. જો Google Play પરથી પહેલાં ડાઉનલોડ કરવામાં આવ્યું હોય તેવા કન્ટેન્ટને કોઈ અન્ય ઍપ સ્ટોર અપડેટ કરવાનો પ્રયાસ કરશે, તો તમને ચેતવણી મળી શકે છે અથવા આવા અપડેટ સંપૂર્ણપણે રોકવામાં આવી શકે છે.

તમારા વિશેની માહિતી. Googleની પ્રાઇવસી પૉલિસી Google Playના ઉપયોગ સમયે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની અને તમારી પ્રાઇવસીનું રક્ષણ કરવાની અમારી રીત સમજાવે છે. તમારા વ્યવહારોની પ્રક્રિયાના હેતુઓ માટે અથવા તમારા માટે કન્ટેન્ટની જોગવાઈ કરવા માટે Googleને તમારું નામ અને ઇમેઇલ ઍડ્રેસ જેવી તમારી વ્યક્તિગત માહિતી પ્રદાતાઓને આપવી જરૂરી હોઈ શકે છે. પ્રદાતાઓ તેમની પ્રાઇવસી પૉલિસીઓ અનુસાર આ માહિતીનો ઉપયોગ કરવા સાથે સંમત થાય છે.

જો તમે Google Play પર ફૅમિલી ગ્રૂપના સભ્ય હો, તો ફૅમિલી ગ્રૂપમાંના તમારા કૌટુંબિક સભ્યો તમારા વિશેની અમુક માહિતી જોઈ શકશે. જો તમે Google Play પર ફૅમિલી ગ્રૂપના મેનેજર હો, તો તમે ફૅમિલી ગ્રૂપમાં જોડાવા માટે જે કૌટુંબિક સભ્યોને આમંત્રણ આપો, તેમને તમારું નામ, ફોટો અને ઇમેઇલ ઍડ્રેસ દેખાશે. જો તમે કૌટુંબિક સભ્ય તરીકે ફૅમિલી ગ્રૂપમાં જોડાશો, તો અન્ય કૌટુંબિક સભ્યો તમારું નામ, ફોટો અને ઇમેઇલ ઍડ્રેસ જોઈ શકશે. તમારા કૌટુંબિક ગ્રૂપના મેનેજર તમારી વય પણ જોઈ શકે છે અને નક્કી કરેલી કુટુંબ માટેની ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને, તમે ખરીદેલા કન્ટેન્ટના વર્ણન સહિત તમે કરેલી બધી ખરીદીઓનો રેકોર્ડ જોઈ શકશે. જો કન્ટેન્ટ કુટુંબમાં શેર કરવા માટે ઉપલબ્ધ હોય અને તમે તેને તમારા ફૅમિલી ગ્રૂપમાં શેર કરો, તો બધાં કૌટુંબિક સભ્યો કન્ટેન્ટને ઍક્સેસ કરી શકશે અને જોઈ શકશે કે તમે તેની ખરીદી કરી હતી.

એકાઉન્ટનો અનધિકૃત ઍક્સેસ. તમારે તમારી એકાઉન્ટ વિગતો સુરક્ષિત રાખવી જોઈએ અને અન્ય કોઈ વ્યક્તિ સાથે તેને શેર ન કરવી જોઈએ. તમે Google Playના કોઈપણ વપરાશકર્તાના અથવા Google Play મારફત બીજી Google સેવાઓના કોઈપણ વપરાશકર્તાના એકાઉન્ટના નામ સહિત કોઈપણ વ્યક્તિગત ડેટાને એકત્રિત કે સંગ્રહિત નહીં કરો.

બંધ કરેલાં એકાઉન્ટ. જો Google શરતો અનુસાર (ઉદાહરણ તરીકે તમે શરતોનું ઉલ્લંઘન કરો તે કિસ્સામાં) તમને તમારા એકાઉન્ટનો ઍક્સેસ આપવાનું બંધ કરી દે, તો તમને Google Playનો, તમારા એકાઉન્ટની વિગતોનો અથવા કોઈપણ ફાઇલોને અથવા તમારા એકાઉન્ટમાં સ્ટોર કરેલા બીજા કન્ટેન્ટનો ઍક્સેસ આપવાથી રોકવામાં આવી શકે છે. વધુ માહિતી માટે, સહાયતા કેન્દ્ર જુઓ. જો તમે Google Play પર ફૅમિલી ગ્રૂપના મેનેજર હો અને Google તમારા એકાઉન્ટનો ઍક્સેસ બંધ કરે, તો તમારા કૌટુંબિક સભ્યોને કૌટુંબિક ચુકવણી પદ્ધતિ, કૌટુંબિક સબ્સ્ક્રિપ્શન અથવા કૌટુંબિક સભ્યો દ્વારા શેર થતા કન્ટેન્ટ જેવી કૌટુંબિક સુવિધાઓનો ઍક્સેસ મળવાનું બંધ થઈ શકે છે. જો તમે Google Play પરના કુટુંબના કૌટુંબિક સભ્ય હો અને Google તમારું એકાઉન્ટ બંધ કરે, તો તમારા કૌટુંબિક સભ્યો તમે તેમની સાથે શેર કરેલા કન્ટેન્ટનો ઍક્સેસ ગુમાવશે.

માલવેરથી સુરક્ષા. ત્રીજા પક્ષના દુર્ભાવનાપૂર્ણ સૉફ્ટવેર, URLs અને સુરક્ષા સંબંધી અન્ય સમસ્યાઓથી તમારું રક્ષણ કરવા માટે, Google તમારા ડિવાઇસના નેટવર્ક કનેક્શન, સંભવિત હાનિકારક URLs, ઑપરેટિંગ સિસ્ટમ અને Google Play અથવા અન્ય સ્રોતો પરથી તમારા ડિવાઇસ પર ઇન્સ્ટૉલ કરેલી ઍપ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. Googleને કોઈ ઍપ કે URL અસુરક્ષિત લાગે તો તે તમને ચેતવી શકે છે અથવા જો તે ડિવાઇસ, ડેટા અથવા વપરાશકર્તા માટે હાનિકારક હોવાની જાણ થાય તો Google તેને કાઢી નાખી શકે છે અથવા તમારા ડિવાઇસ પર તેના ઇન્સ્ટૉલેશનને બ્લૉક કરી શકે છે. તમે આ સંરક્ષણોમાંથી કેટલાકને તમારા ડિવાઇસના સેટિંગમાં જઈને બંધ કરવાનું પસંદ કરી શકો છો, જોકે Googleને Google Play મારફત ઇન્સ્ટૉલ થયેલી ઍપ વિશેની માહિતી પ્રાપ્ત થવાનું ચાલુ રહી શકે છે અને અન્ય સ્રોતો પરથી તમારા ડિવાઇસ પર ઇન્સ્ટૉલ થયેલી ઍપનું, Googleને માહિતી મોકલ્યા વિના, સુરક્ષાના કારણોસર વિશ્લેષણ થઈ શકે છે.

Android ઝટપટ ઍપ્લિકેશનો. જ્યારે તમે તમારા ડિવાઇસ પર લિંક પર ક્લિક કરો, ત્યારે Google Play લાગુ થતી ઝટપટ ઍપ હોવાનું ચેક કરી શકે છે અને જો તે હોય તો ઝટપટ ઍપમાંની લિંક ખોલી શકે છે. તમે ઍક્સેસ કરો તે ઝટપટ ઍપના વિભાગો ચલાવવા માટેના જરૂરી કોઈપણ કોડ તમારા ડિવાઇસ પર ડાઉનલોડ થશે અને હંગામી રૂપે ત્યાં રાખવામાં આવશે. ઝટપટ ઍપ માટેની ઍપની વિગતો Google Play સ્ટોરમાં મળી શકશે. Android ઝટપટ ઍપ ડેટા અને સેટિંગ તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોય તેવા ડિવાઇસ સાથે સિંક કરવામાં આવે છે. તમે તમારા ડિવાઇસના સેટિંગમાં જઈને Android ઝટપટ ઍપ્લિકેશનો બંધ કરવાનું પસંદ કરી શકો છો.

આ શરતોમાં ફેરફાર. જો શરતો બદલાશે, તો તમને ઓછામાં ઓછા 30 દિવસની નોટિસ આપવામાં આવશે અને નોટિસના આવા સમયગાળા પછી નવી શરતો અમલમાં આવશે. નોટિસના આવા સમયગાળા દરમિયાન Google Playનો તમારો ઉપયોગ નવી શરતોનો તમારો સ્વીકાર સૂચવશે. નવી શરતો (તમે ભૂતકાળમાં ઇન્સ્ટૉલ કરેલા કે ખરીદેલા કન્ટેન્ટ સહિત) બધા કન્ટેન્ટના તમારા ઉપયોગને અને બધાં અનુક્રમિત ઇન્સ્ટૉલ અથવા ખરીદીઓને લાગુ થશે. જો તમે આવા ફેરફારો સાથે સંમત ન થતા હો, તો તમને તમે પહેલાં ખરીદેલું અથવા ઇન્સ્ટૉલ કરેલું કન્ટેન્ટ ડાઉનલોડ કરવાની અને Google Playનો તમારો ઉપયોગ બંધ કરવાની તક આપવામાં આવશે. તમે સ્વીકારેલી શરતોના છેલ્લા વર્ઝન અનુસાર તમારા ડિવાઇસ પર કન્ટેન્ટની એ કૉપિ જોવાનું તમે ચાલુ રાખી શકો છો.

3. ખરીદીઓ અને ચુકવણીઓ

મફત કન્ટેન્ટ. Google તમને Google Play પરથી કન્ટેન્ટને મફતમાં ડાઉનલોડ કરવાની, જોવાની અથવા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. અમુક ચોક્કસ મફત કન્ટેન્ટના તમારા ઍક્સેસ અને ઉપયોગને વધારાની મર્યાદાઓ લાગુ થઈ શકે છે.

કન્ટેન્ટની ખરીદી. જ્યારે તમે Google Play પરથી કન્ટેન્ટની ખરીદી કરો અથવા તેનો ઉપયોગ કરો, ત્યારે તમે આ (લાગુ થતી હોય તે મુજબની) શરતો પર આધારિત અલગ વેચાણ કરાર કરશો, જે આમાંના કોઈ વેચાણકર્તા સાથે હશે:

(a) Google Ireland Limited; અથવા

(b) કન્ટેન્ટના પ્રદાતા ("પ્રદાતા"), જેમાં Google Ireland Limited પ્રદાતા માટે એજન્ટ તરીકે સક્રિય હોય તેના સહિત.

અલગ વેચાણ કરાર આ શરતો ઉપરાંત વધારાનું અસ્તિત્વ ધરાવે છે.

વેચાણ માટે જ્યાં Google કોઈ પ્રદાતા માટે એજન્ટ તરીકે કાર્ય કરતું હોય ત્યારે Google ToSમાંનું વિધાન, કે Google ToS થકી "કોઈપણ ત્રીજા પક્ષ હિતાધિકારી બનતા નથી", તે Google Playના તમારા ઉપયોગને લાગુ થતું નથી.

એકવાર તમને Google તરફથી તમે કન્ટેન્ટની ખરીદી કર્યાનું કન્ફર્મ કરતો ઇમેઇલ મળે એટલે તે કન્ટેન્ટની ખરીદી અને તેના ઉપયોગ માટેનો તમારો કરાર સમાપ્ત થાય છે અને ખરીદી સમાપ્ત થયેથી તરત જ આ કરારનું કાર્યપ્રદર્શન શરૂ થાય છે.

પ્રી-ઑર્ડરો. જ્યારે તમે કન્ટેન્ટ માટે પ્રી-ઑર્ડર મૂકો, ત્યારે તમને કન્ટેન્ટ ઉપલબ્ધ કર્યેથી એ આઇટમની ખરીદી અને તેના ઉપયોગનો કરાર સમાપ્ત થશે અને તે સમયે તમારી પાસેથી ખરીદીનું શુલ્ક વસૂલવામાં આવશે. કન્ટેન્ટ તમારા માટે ઉપલબ્ધ બને ત્યાં સુધીના કોઈપણ સમયે તમે તમારો પ્રી-ઑર્ડર રદ કરી શકો છો. જો Google Play મારફત વેચાણ માટે કન્ટેન્ટને પાછું ખેંચવામાં આવે તો અમારે તમારો પ્રી-ઑર્ડર રદ કરવો જરૂરી બનશે અને તમારો ઑર્ડર પરિપૂર્ણ થાય તે પહેલાં કિંમતમાં ફેરફાર થાય તે કિસ્સામાં તમારા ઑર્ડરને રદ કરવાનો અધિકાર અમે સુરક્ષિત રાખીએ છીએ.

કુટુંબ માટેની ચુકવણી પદ્ધતિ. જો તમે Google Play પર ફૅમિલી ગ્રૂપના મેનેજર હો, તો તમારા કૌટુંબિક સભ્યો Google Play પરથી અને ઍપમાંથી કન્ટેન્ટની ખરીદી કરવા માટે ઉપયોગમાં લઈ શકે તેવી કુટુંબ માટેની માન્ય ચુકવણી પદ્ધતિ સેટ અપ કરવી જરૂરી છે. કુટુંબ માટેની ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા કૌટુંબિક સભ્યોએ કરેલી કન્ટેન્ટની બધી ખરીદીઓ માટે તમે જવાબદાર રહેશો. જો ફૅમિલી ગ્રૂપ ડિલીટ કરવામાં આવે અથવા કૌટુંબિક સભ્ય ફૅમિલી ગ્રૂપ છોડી દે, તો કુટુંબ માટેની ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને કૌટુંબિક સભ્યોએ કરેલી ખરીદીઓના બાકી શુલ્ક તમારી પાસેથી વસૂલવામાં આવી શકે છે.

Google Payments. Google Play મારફત કન્ટેન્ટની ખરીદી કરવા માટે તમારું Google Payments એકાઉન્ટ હોવું અને તમારે Google Payments સેવાની શરતો સાથે સંમત થવું જરૂરી છે. તમે Google Payments એકાઉન્ટનો ઉપયોગ કરીને જ્યારે પણ કન્ટેન્ટની ખરીદી કરો, ત્યારે Google Payments પ્રાઇવસી નોટિસ લાગુ થાય છે. તમારા Google Payments એકાઉન્ટ પર Google Play મારફત થયેલી ખરીદીઓ સાથે સંકળાયેલી બધી ચૂકવવાની રકમ માટે તમે જવાબદાર છો.

ચુકવણીની પ્રક્રિયાની અન્ય પદ્ધતિઓ. Google Play મારફત કન્ટેન્ટની ખરીદીની સુવિધા માટે Google તમારા માટે Google Payments ઉપરાંત ચુકવણી માટેની વિવિધ પ્રક્રિયા પદ્ધતિઓ ઉપલબ્ધ કરી શકે છે. તમારે આપેલી ચુકવણી પ્રક્રિયા પદ્ધતિના તમારા ઉપયોગનું નિયંત્રણ કરનાર, બધા સંબંધિત નિયમો અને શરતો અથવા Google સાથેના અથવા ત્રીજા પક્ષ સાથેના અન્ય કાયદાકીય કરારનું પાલન કરવું આવશ્યક છે. Google પોતાની વિવેકબુદ્ધિ અનુસાર ચુકવણી પ્રક્રિયા પદ્ધતિ ઉમેરી અથવા કાઢી નાખી શકે છે. તમે Google Play મારફત કરેલી ખરીદીઓ સાથે સંકળાયેલી બધી ચૂકવવાની રકમ માટે જવાબદાર છો.

કેરીઅર બિલિંગ માટેની યોગ્યતા. તમે તમારા ડિવાઇસ મારફત કરેલી કન્ટેન્ટની ખરીદીઓના બિલ તમારા નેટવર્ક પ્રદાતાના એકાઉન્ટ પર કરવામાં આવે તે માટે તમારી યોગ્યતા નક્કી કરવા, તમે ડિવાઇસ પર Google Play એકાઉન્ટ બનાવો, ત્યારે અમે સબ્સ્ક્રાઇબર ID અને સિમ કાર્ડ સિરીઅલ નંબર જેવા તમારા ડિવાઇસના ઓળખકર્તાઓ તમારા નેટવર્ક પ્રદાતાઓને મોકલીશું. આની પરવાનગી આપવા માટે તમારે નેટવર્ક પ્રદાતાની સેવાની શરતો સ્વીકારવી જરૂરી છે. નેટવર્ક પ્રદાતા અમને તમારા બિલિંગના સરનામાની માહિતી મોકલી શકે છે. અમે આ માહિતી Googleની પ્રાઇવસી પૉલિસી અને Google Payments પ્રાઇવસી નોટિસ અનુસાર રાખીશું અને તેનો ઉપયોગ કરીશું.

કિંમત. Google Play મારફત દર્શાવાયેલા બધા કન્ટેન્ટની કિંમત અને ઉપલબ્ધતા ખરીદી પહેલાં કોઈપણ સમયે બદલાવાને આધીન છે.

કરવેરા. "કરવેરા"નો અર્થ છે કન્ટેન્ટના વેચાણ સાથે સંકળાયેલા કોઈપણ સંબંધિત દંડ અથવા વ્યાજ સહિત (આવકવેરા સિવાયના) કોઈપણ પ્રકારના વેરા, કસ્ટમ ફી, ઉઘરાણી અથવા કર. તમે બધા પ્રકારના કરવેરા માટે જવાબદાર છો અને તમારે કન્ટેન્ટ માટે કરવેરા માટેના કોઈપણ ઘટાડા વિના ચુકવણી કરવી જરૂરી છે. જો કન્ટેન્ટના વેચાણકર્તા અથવા Google માટે કરવેરા એકત્ર કરવા અથવા ચૂકવવા ફરજિયાત હોય, તો કરવેરા તમારી પાસેથી વસૂલવામાં આવશે. તમારે લાગુ થતા કોઈપણ અને બધા કરવેરાના કાયદાનું પાલન કરવું જરૂરી છે, જેમાં Google Playના તમારા ઉપયોગ અથવા Google Play પરથી અથવા તેના મારફત કન્ટેન્ટની ખરીદી થકી ઉદ્ભવેલા કોઈપણ પ્રકારના કરવેરાની જાણ અને ચુકવણી કરવાનો સમાવેશ થાય છે. લાગુ થતા આવા કોઈપણ કરવેરાની જાણ અને ચુકવણી કરવી તે તમારી જવાબદારી છે.

બધાં વેચાણ આખરી હોય છે. Google Playની રિફંડ પૉલિસી જુઓ અને ખરીદી પાછી ખેંચવાના, રદ કરવાના અથવા ખરીદી પાછી આપીને રિફંડ મેળવવા વિશેના તમારા હકો વિશે વધુ માહિતી મેળવો. Google Playની રિફંડ પૉલિસીમાં અથવા પ્રદાતાની રિફંડ પૉલિસીમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે તે સિવાય, બધાં વેચાણ આખરી હોય છે અને કોઈપણ પ્રકારની પરત, બદલી અથવા રિફંડની પરવાનગી નથી. જો કોઈ વ્યવહાર માટે બદલી, પરત અથવા રિફંડ આપવામાં આવ્યું હોય, તો વ્યવહાર ઉલટાવવામાં આવી શકે છે અને ત્યાર પછી, તમે તે વ્યવહાર મારફત મેળવેલા કન્ટેન્ટને ઍક્સેસ ન કરી શકો તેમ બની શકે છે.

સબ્સ્ક્રિપ્શન. સબ્સ્ક્રિપ્શન દરેક બિલિંગ અવધિ (અઠવાડિક, માસિક, વાર્ષિક અથવા અન્ય ગાળા) માટે ઑટોમૅટિક રીતે વસૂલવામાં આવે છે અને તમારી પાસેથી દરેક બિલિંગ અવધિ શરૂ થવાના 24 કલાકની અંદર શુલ્ક વસૂલવામાં આવશે.

(a) અજમાયશની અવધિ. જ્યારે તમે કિંમત આપીને કન્ટેન્ટને સબ્સ્ક્રાઇબ કરો, ત્યારે તમને અજમાયશની ઉલ્લેખિત અવધિ માટે મફતમાં સબ્સ્ક્રિપ્શનના લાભ મળી શકશે અને ત્યાર પછી જ્યાં સુધી તમે સબ્સ્ક્રિપ્શન રદ નહીં કરો ત્યાં સુધી તમારી પાસેથી શુલ્ક વસૂલવામાં આવશે. શુલ્ક વસૂલાવાનું ટાળવા માટે, તમારે અજમાયશની અવધિની સમાપ્તિ પહેલાં રદ કરવું જરૂરી છે. એકવાર તમે અજમાયશ રદ કરો, ત્યાર પછી તમે તાત્કાલિક સંબંધિત ઍપનો ઍક્સેસ અને સબ્સ્ક્રિપ્શનના બધા વિશેષ લાભ ગુમાવશો સિવાય કે અન્યથા ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. આવી અજમાયશની અવધિઓ માટેના ઍક્સેસ દરેક વપરાશકર્તા માટે આપવામાં આવેલી અવધિ દરમિયાન અજમાયશની અમુક ચોક્કસ સંખ્યા સુધી અથવા અન્ય પ્રતિબંધો સુધી મર્યાદિત હોઈ શકે છે.

(b) રદ્દીકરણ. તમે લાગુ થતી બિલિંગ અવધિ સમાપ્ત થતા પહેલાં કોઈપણ સમયે, સહાયતા કેન્દ્રમાં વર્ણવ્યા મુજબ સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો અને આગલી અવધિ પર રદ્દીકરણ લાગુ થશે. ઉદાહરણ તરીકે, જો તમે માસિક સબ્સ્ક્રિપ્શન ખરીદશો, તો તમે તે સબ્સ્ક્રિપ્શનને સબ્સ્ક્રિપ્શનના કોઈપણ મહિના દરમિયાન કોઈપણ સમયે રદ કરી શકશો અને સબ્સ્ક્રિપ્શન આગલા મહિનાથી રદ થશે. તમને હાલની બિલિંગ અવધિ માટે રિફંડ નહીં મળે, સિવાય કે Google Playની રિફંડ પૉલિસીમાં અન્યથા જોગવાઈ હોય (ઉદાહરણ તરીકે કન્ટેન્ટ ખામીવાળું હોય). Google Play સમાચાર સ્ટેન્ડ સબ્સ્ક્રિપ્શન: તમને હાલની બિલિંગ અવધિના બાકીના સમયગાળા દરમિયાન સંબંધિત સબ્સ્ક્રિપ્શનનું કન્ટેન્ટ અને (જો લાગુ થતા હોય તો) અપડેટ મળતા રહેશે. તે બિલિંગ અવધિ સમાપ્ત થયા પછી, તમને પાછલા સામયિકના વિતરિત અંકોનો ઍક્સેસ મળતો રહેશે, પણ તમારું સબ્સ્ક્રિપ્શન જે બિલિંગ અવધિ દરમિયાન રદ થયું હોય તેના અંતે પેઈડ સમાચાર કન્ટેન્ટનો તમારો ઍક્સેસ સમાપ્ત થશે. જો તમે મફત અજમાયશ દરમિયાન રદ કરશો, તો તમને મફત અજમાયશની અવધિ દરમિયાન જે સામયિકના અંકોનો ઍક્સેસ મળતો હોય તે ચાલુ રહેશે, પણ તમારો સમાચાર કન્ટેન્ટનો ઍક્સેસ ચાલુ નહીં રહે.

Google Play Music સબ્સ્ક્રિપ્શન: જો તમે તમારું Google Play Music સબ્સ્ક્રિપ્શન રદ કરશો, તો તમને હાલની બિલિંગ અવધિના બાકીના સમયગાળા દરમિયાન Google Play Music સબ્સ્ક્રિપ્શન કન્ટેન્ટનો ઍક્સેસ મળતો રહેશે; જોકે તમારું સબ્સ્ક્રિપ્શન જે બિલિંગ અવધિ દરમિયાન રદ થયું હોય તેના અંતે તમારો ઍક્સેસ સમાપ્ત થશે. જો તમે મફત અજમાયશ દરમિયાન તમારું Google Play Music સબ્સ્ક્રિપ્શન રદ કરશો, તો તમને મફત અજમાયશની અવધિ દરમિયાન મળતો Google Play Music સબ્સ્ક્રિપ્શન કન્ટેન્ટનો ઍક્સેસ ચાલુ નહીં રહે.

(c) પ્રિન્ટ સબ્સ્ક્રાઇબર માટે કિંમતમાં ઘટાડો. સામયિકોના કેટલાક પ્રદાતાઓ, જો તમે પહેલેથી પ્રિન્ટ સબ્સ્ક્રાઇબર હો તો, Google Play પરથી ઘટાડેલી કિંમતે સામયિકના કન્ટેન્ટનું સબ્સ્ક્રિપ્શન ખરીદવાની મંજૂરી આપી શકે છે. જો તમે તે સામયિકનું તમારું પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શન રદ કરો અથવા તમારા પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શનની સમયસીમા સમાપ્ત થઈ જાય અને તમે તેને રિન્યૂ ન કરો, તો Google Play પરના તે કન્ટેન્ટનો તમારા માટેનો ઘટાડેલો સબ્સ્ક્રિપ્શન દર ઑટોમૅટિક રીતે રદ થઈ જશે.

(d) કિંમતમાં ફેરફારો. જ્યારે તમે સબ્સ્ક્રિપ્શન ખરીદશો, ત્યારે શરૂઆતમાં સબ્સ્ક્રાઇબ કરવા માટેના તમારા કરારના સમયે લાગુ થતા દર પર તમારી પાસેથી શુલ્ક વસૂલવામાં આવશે. જો પછીથી સબ્સ્ક્રિપ્શનની કિંમત વધશે, તો Google તમને નોટિસ મોકલશે. કિંમતનો વધારો તમને નોટિસ મોકલ્યા પછીની તમારી પાસેથી લેવાની આગલી ચુકવણી પર લાગુ થશે, એ શરતે કે ફેરફાર કરવામાં આવે તેના ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં તમને આગોતરી નોટિસ આપવામાં આવી હોય. જો તમને 10 કરતાં ઓછા દિવસની આગોતરી નોટિસ મોકલવામાં આવી હોય તો કિંમતનો વધારો આગલી બાકી પડતી ચુકવણી પછીની ચુકવણી સુધી લાગુ નહીં થાય. જો તમે સબ્સ્ક્રિપ્શન માટે વધારેલી કિંમત ચૂકવવા ન માગતા હો, તો તમે આ શરતોના રદ્દીકરણ વિભાગમાં જણાવ્યા અનુસાર સબ્સ્ક્રિપ્શન રદ કરી શકો છો અને ત્યાર પછી સબ્સ્ક્રિપ્શન માટે તમારી પાસેથી કોઈ શુલ્ક વસૂલવામાં નહીં આવે, એ શરતે કે તમે અમને હાલની બિલિંગ અવધિ સમાપ્ત થતાં પહેલાં સૂચિત કર્યું હોય. પ્રદાતા સબ્સ્ક્રિપ્શનની કિંમત વધારે અને સંમતિ જરૂરી હોય ત્યારે જો તમે નવી કિંમત સાથે સંમત ન થાઓ તો Google તમારું સબ્સ્ક્રિપ્શન રદ કરી શકે છે. જો તમારું સબ્સ્ક્રિપ્શન રદ થયું હોય અને તમે પછીથી ફરી સબ્સ્ક્રાઇબ કરવાનો નિર્ણય લો, તો તમારી પાસેથી તે સમયે પ્રચલિત સબ્સ્ક્રિપ્શન દર વસૂલવામાં આવશે.

4. હકો અને પ્રતિબંધો

કન્ટેન્ટનો ઉપયોગ કરવાનું લાઇસન્સ. કન્ટેન્ટ માટે વ્યવહાર પૂરો કર્યા પછી અથવા લાગુ થતું શુલ્ક ચૂકવ્યા પછી, તમને આ શરતો અને સંબંધિત નીતિઓમાં સંપૂર્ણપણે સ્પષ્ટ રૂપે પરવાનગી અપાયા મુજબ લાગુ થતા કન્ટેન્ટને તમારા ડિવાઇસ પર સ્ટોર કરવા, ઍક્સેસ કરવા, જોવા, ઉપયોગમાં લેવા અને તેની કૉપિ પ્રદર્શિત કરવા અથવા તમારા વ્યક્તિગત, બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે સેવાના ભાગ રૂપે અન્યથા અધિકૃત કર્યા મુજબ અવિશિષ્ટ હક મળશે. શરતોમાં તમને સ્પષ્ટ રૂપે આપવામાં ન આવ્યા હોય તે Google Play અને કન્ટેન્ટમાંના બધા હકો, શીર્ષકો અને હિત સુરક્ષિત છે. ઍપ અને રમતોનો તમારો ઉપયોગ તમારી અને પ્રદાતા વચ્ચેના અંતિમ વપરાશકર્તા લાઇસન્સ કરારના વધારાના નિયમો અને શરતો અનુસાર સંચાલિત થઈ શકે છે.

લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન. જો તમે એકપણ શરતનું ઉલ્લંઘન કરશો, તો આ લાઇસન્સ હેઠળના તમારા હક તાત્કાલિક સમાપ્ત થઈ જશે અને Google તમને રિફંડ આપ્યા વિના તમારા માટે Google Playનો, કન્ટેન્ટનો અથવા તમારા Google એકાઉન્ટનો ઍકસેસ સમાપ્ત કરી શકે છે.

પ્રતિબંધો: તમે આ કાર્યો નહીં કરો:

ત્રીજા પક્ષની જોગવાઈઓ. આ શરતોમાં જે કોઈ વિપરીતતા હોય તેને ધ્યાનમાં લીધા વિના, Googleને પોતાના કન્ટેન્ટ માટે લાઇસન્સ આપનાર ત્રીજા પક્ષો, આ શરતોની, તેમના કન્ટેન્ટને સીધી અસર કરતી વિશેષ જોગવાઈઓ (“ત્રીજા પક્ષની જોગવાઈઓ”) સંબંધે સંપૂર્ણપણે અને આવા ત્રીજા પક્ષોને આવા કન્ટેન્ટમાં તેમના હકોનો અમલ કરવા માટે સક્ષમ બનાવવાના સંપૂર્ણ હેતુ માટે, આ શરતો હેઠળ હેતુસરના ત્રીજા પક્ષ હિતાધિકારી છે. શંકા ટાળવા માટે, આ શરતોમાંનું કશું પણ ત્રીજા પક્ષની જોગવાઈઓની બહારની કોઈપણ જોગવાઈ સંબંધે કોઈપણ પક્ષને ત્રીજા-પક્ષ હિતાધિકારીનો હક આપતું નથી, જેમાં સંદર્ભ દ્વારા સ્થાપિત અથવા સ્થાપના વિના સંદર્ભ આપવામાં આવી શકે તેવી, આ શરતોમાંની કોઈપણ જોગવાઈ અથવા કરારનો સમાવેશ થાય છે પણ તેના સુધી સીમિત નથી.

Playની પૉલિસી. Google Play પર રિવ્યૂ પોસ્ટ કરવા તે નીચેની નીતિઓને આધીન છે. જો તમે કન્ટેન્ટના દુરુપયોગ અથવા અન્ય પ્રકારના ઉલ્લંઘનની જાણ કરવા ઇચ્છતા હો, તો અહીં ક્લિક કરો.

ખામીવાળું કન્ટેન્ટ. એકવાર તમારા એકાઉન્ટ મારફત તમારા માટે કન્ટેન્ટ ઉપલબ્ધ થાય પછી વાજબી રૂપે શક્ય થાય કે તરત કન્ટેન્ટ જણાવ્યા મુજબ ચાલે છે અને કાર્ય કરે છે તે સુનિશ્ચિત કરવા માટે તમારે તેને ચેક કરવું જોઈએ અને જો તેમાં કોઈ ભૂલ કે ખામી જણાય તો વાજબી રૂપે શક્ય થાય કે તરત અમને અથવા પ્રદાતાને સૂચિત કરવા જોઈએ. વધુ માહિતી માટે, Google Play રિફંડ પૉલિસી જુઓ.

કન્ટેન્ટનો નિકાલ અથવા તેની અનુપલબ્ધતા. શરતોને આધીન, તમે જે કન્ટેન્ટ ખરીદો અથવા ઇન્સ્ટૉલ કરો તે, ભાડે લેવા માટેના કિસ્સામાં તમે પસંદ કરેલા સમયગાળા સુધી Google Play મારફત તમારા માટે ઉપલબ્ધ રહેશે અને તે સિવાયના અન્ય કિસ્સાઓમાં આવું કન્ટેન્ટ તમારા માટે ઉપલબ્ધ કરવાનો Googleને હક હોય ત્યાં સુધી રહેશે. અમુક કિસ્સાઓમાં (ઉદાહરણ તરીકે જો Google એ સંબંધિત હકો ગુમાવે, સેવા કે કન્ટેન્ટ બંધ થઈ ગયું હોય, સુરક્ષા સંબંધિત ગંભીર સમસ્યાઓ હોય અથવા લાગુ થતી શરતો કે કાયદાનો ભંગ થયો હોય), તો Google તમે ખરીદેલું અમુક ચોક્કસ કન્ટેન્ટ તમારા ડિવાઇસમાંથી કાઢી નાખી શકે છે અથવા તમને તેનો ઍક્સેસ આપવાનું બંધ કરી શકે છે. Google Ireland Limited દ્વારા વેચવામાં આવેલા કન્ટેન્ટ માટે, તમને આવા કોઈપણ નિકાલ અથવા સમાપ્તિ વિશે, જ્યારે શક્ય હશે ત્યારે, નોટિસ મળી શકે છે. જો તમે આવા નિકાલ અથવા સમાપ્તિ પહેલાં કન્ટેન્ટની કૉપિ ડાઉનલોડ નહીં કરી શકો, તો Google તમને ક્યાં તો (a) જો શક્ય હશે તો કન્ટેન્ટ બદલી આપવાની અથવા (b) કન્ટેન્ટની કિંમતનું પૂરેપૂરું અથવા આંશિક રિફંડ આપવાની ઑફર કરશે. જો Google તમને રિફંડ આપે, તો તે તમારા માટેનું એકમાત્ર વળતર હશે.

એકથી વધુ એકાઉન્ટ. જો તમારા જુદા-જુદા વપરાશકર્તા નામવાળા એકથી વધુ Google એકાઉન્ટ હોય, તો કેટલાક કિસ્સામાં તમે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કન્ટેન્ટને ટ્રાન્સફર કરી શકો છો, એ શરતે કે તમે આવા દરેક એકાઉન્ટના માલિક હો અને એ શરતે કે Google દ્વારા આવી ટ્રાન્સફરને મંજૂરી આપતી સંબંધિત સેવા ચાલુ કરવામાં આવી હોય.

ડિવાઇસ પર ઍક્સેસની મર્યાદા. તમે કન્ટેન્ટને ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લો તે ડિવાઇસની અથવા સૉફ્ટવેર ઍપ્લિકેશનોની સંખ્યા પર Google સમય સમય પર મર્યાદા મૂકી શકે છે. Google Play Music અથવા Google Play મૂવીઝ અને ટીવી માટેની આ મર્યાદાઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારાGoogle Play Music સહાયતા કેન્દ્ર પેજની અથવા Google Play મૂવીઝ અને ટીવી વપરાશના નિયમોની મુલાકાત લો.

ખતરનાક પ્રવૃત્તિઓ. કોઈપણ સેવા કે કન્ટેન્ટનો હેતુ ન્યુક્લિઅર સુવિધાઓના, લાઇફ સપોર્ટ સિસ્ટમના, ઇમર્જન્સી સંચાર, એરક્રાફ્ટ નૅવિગેશન અથવા સંચાર સિસ્ટમ, એર ટ્રાફિક નિયંત્રણ સિસ્ટમ અથવા આવી બીજી પ્રવૃત્તિઓ, કે જેમાં સેવા કે કન્ટેન્ટની નિષ્ફળતાના પરિણામે મૃત્યુ, વ્યક્તિગત ઇજા અથવા ગંભીર શારીરિક કે પર્યાવરણીય નુકશાન થઈ શકે તેમાં ઉપયોગ કરવા માટે નથી.

Google Play મૂવીઝ અને ટીવી. Google Play મૂવીઝ અને ટીવીના તમારા ઍક્સેસ અને ઉપયોગ વિશે વધારાની માહિતી અને પ્રતિબંધો માટે, Google Play મૂવીઝ અને ટીવી વપરાશના નિયમો જુઓ.

Google Play Music

Google Play તમને મ્યુઝિક ફાઇલો, મ્યુઝિક વીડિયો ફાઇલો, પ્રીવ્યૂ, ક્લિપ, કલાકારની માહિતી વપરાશકર્તાના રિવ્યૂ, વ્યાવસાયિક ત્રીજા પક્ષના મ્યુઝિક રિવ્યૂ અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ ("મ્યુઝિક પ્રોડક્ટ") જેવું વિવિધ પ્રકારનું ડિજિટલ મ્યુઝિક અને મ્યુઝિક સંબંધિત કન્ટેન્ટ બ્રાઉઝ કરવાની, પ્રીવ્યૂ કરવાની, સ્ટ્રીમ કરવાની, ખરીદવાની, ડાઉનલોડ કરવાની, ભલામણ કરવાની અને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

સ્ટોર કરેલું કન્ટેન્ટ. તમે ડિજિટલ કન્ટેન્ટ (જેમ કે મ્યુઝિક ફાઇલો, સંબંધિત મેટાડેટા અને આલ્બમ આર્ટ)ને મ્યુઝિક સૉફ્ટવેર દ્વારા મ્યુઝિક સ્ટોરેજમાં સ્ટોર કરવા માટે Google Playનો ઉપયોગ કરી શકો છો, જે દરેક નીચે પ્રમાણે (" સ્ટોર કરેલું કન્ટેન્ટ")માં વ્યાખ્યાયિત છે. શંકા ટાળવા માટે, યાદ રાખો કે "મ્યુઝિક પ્રોડક્ટ"માં 'સ્ટોર કરેલું કન્ટેન્ટ'નો સમાવેશ થતો નથી. 'સ્ટોર કરેલું કન્ટેન્ટ'માં તમે મ્યુઝિક સ્ટોરેજમાં સીધી અપલોડ કરો તે ફાઇલો અથવા તમારા ડિવાઇસ પર સ્થાનિક સ્તરે સ્ટોર થયેલી ફાઇલો કે જે Google દ્વારા "સ્કૅન અને મેળ કરવામાં આવે છે" તે બન્ને પ્રકારનો સમાવેશ થઈ શકે છે.

મ્યુઝિક લૉકર સેવાઓ. Google Play તમને ઍક્સેસ આપી શકે છે (a) સર્વર સ્પેસનો, જેનો તમે મ્યુઝિક પ્રોડક્ટ અને સ્ટોર કરેલું કન્ટેન્ટ સહિત મ્યુઝિકની અને સંબંધિત ડેટા ફાઇલો ("મ્યુઝિક સ્ટોરેજ") સ્ટોર કરવા માટે ઉપયોગ કરી શકો છો અથવા (b) (વેબ, ડેસ્કટૉપ અને મોબાઇલ ઍપ્લિકેશનો સહિત) સૉફ્ટવેર ઍપ્લિકેશનોનો અને સંબંધિત સેવાઓનો (" મ્યુઝિક સૉફ્ટવેર"નો), જેનાથી તમને મ્યુઝિક સ્ટોરેજ મારફત મ્યુઝિકને અપલોડ, મેનેજ, ઍક્સેસ કરવાની અને વગાડવાની મંજૂરી મળે છે. શરતોમાં મ્યુઝિક સ્ટોરેજ અને મ્યુઝિક સૉફ્ટવેરનો સંયુક્ત રૂપે "મ્યુઝિક લૉકર સેવા" તરીકે સંદર્ભ આપવામાં આવ્યો છે.

મ્યુઝિક લૉકર સેવાઓનો ઉપયોગ. મ્યુઝિક સ્ટોરેજમાં મ્યુઝિક પ્રોડક્ટ અને સ્ટોર કરેલું કન્ટેન્ટ સ્ટોર કરીને, તમે આવા કન્ટેન્ટની અનોખી કૉપિ સ્ટોર કરી રહ્યા છો અને તમારા વતી તેને સાચવવા માટે તેમજ Google Play પર તમારા એકાઉન્ટ મારફત ઍક્સેસ કરી શકાય તેવું બનાવવા માટે Googleને વિનંતી કરી રહ્યા છો. મ્યુઝિક લૉકર સેવાઓનો ઉપયોગ કરીને, તમે મ્યુઝિક લૉકર સેવાઓના બધા જરૂરી ફંક્શન તેમજ સુવિધાઓ તમારા માટે ઉપલબ્ધ કરવા માટે Googleને વિનંતી કરી રહ્યા છો, જેથી તમે સરળતાથી મ્યુઝિક પ્રોડક્ટ અને 'સ્ટોર કરેલું કન્ટેન્ટ'નો ઉપયોગ કરી શકો. તમે સમજો છો કે તમને મ્યુઝિક લૉકર સેવાઓ આપવા માટે તમારા નિર્દેશ અનુસાર જરૂરી ટેક્નિકલ પગલાં લેવા માટે Google (a) વિવિધ નેટવર્ક પર અને વિવિધ મીડિયામાં મ્યુઝિક પ્રોડક્ટ અને સ્ટોર કરેલું કન્ટેન્ટ પ્રસારિત કરી શકે છે અને (b) કનેક્ટ કરી રહેલા નેટવર્ક, ડિવાઇસ, સેવાઓ અથવા મીડિયાની ટેક્નિકલ આવશ્યકતાઓ સાથે સુસંગતતા માટે અને તેને અપનાવવા માટે જરૂરી હોય તે પ્રમાણે મ્યુઝિક પ્રોડક્ટ અને 'સ્ટોર કરેલું કન્ટેન્ટ'માં આવા ફેરફારો કરી શકે છે. તમે પુષ્ટિ કરો છો અને Googleને ખાતરી આપો છો કે તમારી પાસે કોઈપણ સ્ટોર કરેલું કન્ટેન્ટ મ્યુઝિક સ્ટોરેજમાં સ્ટોર કરવા માટે તમે Googleને મ્યુઝિક સ્ટોરેજમાં અપલોડ કે સ્ટોર કરવા માટે નિર્દેશ આપી શકો તે માટેના અને આ વિભાગમાં વર્ણવેલી ક્રિયાઓ કરવા માટે Googleને સૂચના આપી શકો તે માટેના જરૂરી હકો છે.

અન્ય Google સબ્સ્ક્રિપ્શન સેવાઓ. Google Play અને કોઈપણ Google Play મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન પ્રોડક્ટનું સંચાલન આ શરતો દ્વારા થાય છે અને અન્ય કોઈ Google પ્રોડક્ટની શરતો દ્વારા નથી થતું, જેમાં તમે જેના મારફત Google Play મ્યુઝિક સબ્સ્ક્રિપ્શનનો ઍક્સેસ મેળવતા હો તે અન્ય Google પ્રોડક્ટનો સમાવેશ થાય છે.

Google Play સમાચાર સ્ટૅન્ડ.

સામયિકના પ્રકાશકો સાથે Google દ્વારા શેર થતી માહિતી. જો તમે Google Play પરથી કોઈપણ અવધિના સામયિકના સબ્સ્ક્રિપ્શનની ખરીદી કરો, તો Google તમારું નામ, ઇમેઇલ ઍડ્રેસ, ટપાલ મોકલવાનું સરનામું અને અનોખું ઓળખકર્તા સામયિકના પ્રકાશક સાથે શેર કરી શકે છે. ઉપરાંત, સામયિકના સબ્સ્ક્રાઇબર તરીકે, Google સામયિકમાંનો તમારો વાંચન ઇતિહાસ તે સામયિકના પ્રકાશક સાથે શેર કરી શકે છે. Google સામયિકના પ્રકાશક સાથે સંમત થયું છે કે સામયિકના પ્રકાશક આ માહિતીનો ઉપયોગ પ્રકાશકની પ્રાઇવસી પૉલિસી અનુસાર કરશે. તમે તમારું સબ્સ્ક્રિપ્શન ખરીદો તે સમયે, તમે ખરીદી રહ્યા હો તે સબ્સ્ક્રિપ્શન સાથે સુસંગત ન હોય તેવા, પ્રકાશક તરફથી મોકલાતા કોઈપણ પ્રકારના સંદેશાવ્યવહારને નાપસંદ કરવાની અને ત્રીજા પક્ષોના માર્કેટિંગ સંદેશાવ્યવહારને નાપસંદ કરવાની તમને તક આપવામાં આવશે. જો તમે Google Play પરથી સામયિકના એક જ અંકની ખરીદી કરો, તો Google સામયિકના પ્રકાશકને તમારો પોસ્ટલ કોડ આપી શકે છે. અમે સામયિકના પ્રકાશકોને સામયિકની ખરીદીઓની વેચાણ માહિતી પણ આપીએ છીએ.

પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શનની ચકાસણી. જો તમે Google Play સમાચાર સ્ટૅન્ડ પરથી સામયિકના પ્રકાશકના હાલના પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શન મારફત સબ્સ્ક્રિપ્શનને ઍક્સેસ કરી રહ્યા હો, તો અમે ત્રીજા પક્ષ સેવા પ્રદાતાને સામયિકના પ્રકાશકનો સંપર્ક કરીને તમારું પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શન ચકાસવાનું કહી શકીએ છીએ અને તેમ કરવા માટે અમે તમને તમારા પ્રિન્ટ સબ્સ્ક્રિપ્શન સંબંધિત અમુક ચોક્કસ માહિતી પૂછી શકીએ છીએ. Google આ માહિતીનો ઉપયોગ Googleની પ્રાઇવસી પૉલિસી અનુસાર કરશે.